Sunday, 17 June 2012

Dedicated to My Father


Dedicated to My Father


પિતાનુંઆપણાં જીવનમાં કેટલું મહત્વ?

માતાઘરનું માંગલ્ય હોય છે, તોપિતા ઘર નું અસ્તિત્વહોય છેપણઘરના
અસ્તિત્વનેઆપણે  ક્યારેય
સમજવાનોપ્રયત્ન કર્યો છે ખરોપિતાનુંમહત્વ હોવા છતાં પણતેના વિષે
વધુલખવામાં નથી આવતું  કે
નથીબોલવા માં આવતું.

કોઈપણવ્યાખ્યાનકાર માતા વિષે બોલ્યાકરે છેસંતમહાત્માઓ પણ માતાના
મહત્વવિશેજ વધારે કહે  છે,
દેવ-દેવીઓએ પણ માતાના ગુણગાન ગયા છેલેખકો-કવિઓ પણમાતાના ખુબ વખાણ
કર્યાંછેસારી
વસ્તુને માતાની ઉપમાઆપવામાં આવે છે.

પણક્યાય પિતા વિષે બોલાતુંનથી. કેટલાક લોકોએ પિતાનીકલ્પના ને કલમની
ભાષામાંમૂકી છે પણ તેઉગ્ર, વ્યસની અને મારઝૂડકરનારા હોયછેઆવા
પિતાઓસમાજમાં એકાદ-બે ટકાહશેજ પણ સારા પિતાઓવિષે શું લખાયું છે?

માતાપાસે આંસુનો દરિયો હોયછે પણ પિતા પાસેસંયમની દીવાલ હોય છે. માતા
રડીનેછૂટી થઇ જાય છેપણ સાંત્વન આપવાનું કામ તો પિતાએજકરવું પડે છે.
અનેરડવા કરતા સાંત્વન આપવામાંવધુ મહેનત કરવી પડેછે કારણકે દીવા કરતા
દીવીવધારે ગરમ હોય છેને! પણ શ્રેય તો હમેશાદીવાનેજ મળે છે.

રોજઆપણને સગવડ કરી આપનારીમાતા યાદ રહે છે. પણ જીવનની આજીવિકાની વ્યવસ્થાકરનારા
પિતાનેઆપણે કેટલી સહજતા થીભૂલી જઈએ છીએ ?

બધાનીસામે મોકળા મને માતારડી શકે છે પણરાત્રે તકીયામાં મોઢું છુપાવીને
ડુસકાભરે છે તે પિતાહોય છે. માતા રડેછે પણ પિતાને તોરડી પણ શકાતું
નથી. પોતાના પિતા મૃત્યુ પામેછતાં આપણાં પિતા રડીશકતા નથીકારણકે
નાનાભાઈ બહેનો ને સાચવવાનાહોયછેપોતાનીમાતા મૃત્યુ પામેતોપણ પિતા
રડીશકતા નથી.
કારણકેબહેન ને આધાર આપવાનોહોય છે. પત્ની અડધેરસ્તે સાથ છોડી નેજતી
રહેતો બાળકોના આંસુ લૂછવાનું કામપણ પિતા એજ કરવાનુંહોય છે.

જીજાબાઇ    શિવાજી  ને  ઘડ્યાએમ ચોક્કસ પણે કહેવુંજોઈએ પણ તે સમયે
શાહજીરાજાએ કરેલી મહેનત
નેપણ ધ્યાનમાં લેવી જોઈએ.

દેવકી-યશોદા ના કાર્યનીપ્રશંશા અવશ્ય કરીએ પણનદીના પુરમાંથી મધરાતે
માથાઉપર બાળકને સુરક્ષિત પણે
લઇજનારા વાસુદેવને પણ મહત્વ આપીએરામ કૌશલ્યાના પુત્ર અવશ્ય  છે પણ
પુત્ર  વિયોગથીતરફડીને મૃત્યુ પામ્યા તેપિતા દશરથ હતા.

પિતાનાઠેકઠેકાણે સંધાયેલા જોડા જોઈએ તોતેમનો પ્રેમ નજરે ચડે. તેમનું
ફાટેલુંગંજી જોઈએ તો સમજાયકે
આપણાંનસીબનાકાણા તેના ગંજીમાં પડ્યાછે ”.  તેમનોદાઢી વધેલો ચહેરો
તેમનીકરકસર દેખાડે છેદીકરા દીકરી નેનવાજીન્સ લઇ આપશે પણપોતે તો
જુનોલેંઘોજ  વાપરશે. સંતાનો ૧૦૦/૨૦૦ રૂપિયાપાર્લર કે સલુન માંજઈને બીલ
કરશેપણ તેમનાજ ઘરના પિતાદાઢીનો સાબુ ખલાશ થઇગયો  હશે  તોન્હાવાના
સાબુથીદાઢી કરી લેશે. ઘણીવારતો ખાલી પાણી લગાડીનેજ દાઢી કરી લેતાંહોય
છે.

પિતામાંદા પડે ત્યારે તરતજ  દવાખાને  જતાનથી. તે માંદગીથી ડરતાનથી પણ
જોડોક્ટર એકાદ મહિનો આરામકરવાનું કહી દેશે તોશું કરવું તેનો ડરલાગે
છેકારણકેદીકરીના લગ્ન અને દીકરાનુંશિક્ષણ બાકી હોય છેઘરમાં
આવકનુંબીજું કોઈપણ સાધન હોતુંનથી.

પહોચ  હોયકે નહોય પણ દીકરાનેએન્જીનીયરીંગ કે મેડીકલમાં પ્રવેશઅપાવે
છેખેંચભોગવીને પણ  બાળક
ને  નિયમિત  હોસ્ટેલમાંપૈસા મોકલેછે, પણ કેટલાક દીકરાઓજે તારીખે પૈસા
મળેતેજ તારીખે પરમીટરૂમ  માં
પાર્ટીઓઆપે છે  અનેજે પિતાએ પૈસા મોકલ્યાહોય તેનીજ મજાક ઉડાડેછે.

પિતાઘરનું અસ્તિત્વ હોય છે. જેઘરમાં પિતા હોય છે,તે ઘર તરફકોઈપણ ઉંચી
આંખકરીને જોઈ શકતું નથી. કારણકે ઘરના કર્તાહર્તા જીવંતછે. જો તેઓ કંઈપણ
કરતા હોય તોપણ મહત્વનાકર્તાહર્તા તરીકેના પદ ઉપર હોયછે. અને ઘરના કામ
જુવેછે, સંભાળે છે.

માતાહોવી અથવા તો માતાહોવાના સત્યને પિતાને લીધેજઅર્થ મળે છે એટલેકે
પિતાહોયતોજ માતાનું અસ્તિત્વ શક્ય હોય છે. કોઈપણ પરીક્ષા નું પરિણામ આવે
ત્યારેમાતાજ સહુથી નજીકની લાગેકારણકે બાજુમાં લે છે,
વખાણકરે છે, આશિષ આપેછે, પણ ગુપચુપ જઈનેપેંડા પડીકા લાવનારા પિતા
કોઈનાધ્યાનમાં રહેતા નથી.

બાળકઆવવાનું હોય તેવી સુવાવડીસ્ત્રીનું ખુબ મહત્વ હોયછે પણ હોસ્પીટલની
લોબીમાંઅસ્વસ્થ થઈને
આમથી તેમ આંટા મારનારા આવનારા બાળકના પિતાનીકોઈ નોંધ લેતું નથી.

દાઝીગયા, ઠેશ લાગી કેમાર વાગ્યો કે તરતજ  “ઓંમાં”  શબ્દો મોઢા માંથી
બ્હારપડેછે પણ રસ્તો
ઓળંગતાએકાદ ટ્રક નજીક આવીનેજોરથી બ્રેક મારેતો  “બાપ રેઆજશબ્દ બ્હાર
પડેછે. નાના સંકટો
માટેચાલે પણ મોટી સમસ્યાઓના વાદ્ળો ઘેરાય ત્યારેપિતાજ યાદ આવે.

કોઈપણસારા પ્રસંગે ઘરની દરેક વ્યક્તિજતી હોય છે,પણમરણ ના પ્રસંગે
પિતાએજજવું પડે છે.

પિતાશ્રીમંત સાસરું ધરાવતી દીકરીનેત્યાં બહુ જશે નહિપણ દીકરી ગરીબ
ઘરમાંઆપી હશે તો ભલેઉભા ઉભા ખબર કાઢવાજવું પડે, તે ચોક્કસદીકરીના
ઘરનાચક્કર કાપશે.

યુવાનદીકરો ઘરે મોડો આવેત્યારે પિતાજ તેની રાહજોઇને મધરાત સુધી ઉજાગરો
કરતાહોય છે.

દીકરાની નોકરી માટે સાહેબસામે લાચાર થનારા પિતા, દીકરીને પરણાવવા માટે
ઠેકઠેકાણે મુરતિયા જોવા ઉંબરા ઘસતાપિતા, ઘરના લોકો માટેપોતાની વ્યથા
અનેજરૂરતને કોરાણે મૂકી દેતાપિતા કેટલા ગ્રેટ હોયછે ખરુંને ?

પિતાનુંમહત્વ કોને સમજાય છે?

બાળપણમાંજજો પિતા ગુજરી જાયતો અનેક જવાબદારીઓ ખુબનાની ઉમરમાં સંભાળવી
પડેછે. તેને એકએક વસ્તુમાટે તરસવું પડે છે. પિતાને ખરા અર્થમાં સમજી
શકેતો તે છે  ઘર ની દીકરીસાસરેગયેલી કે ઘરથી દુરરહેતી દીકરી પિતા
સાથેફોનમાં વાત કરે ત્યારેપિતાનો બદલાયેલો અવાજ એક ક્ષણમાંઓળખી જાય
છે.

કોઈપણદીકરી પોતાની ઈચ્છા બાજુમાંમુકીને પિતા કહે તેજગ્યાએ લગ્નની વેદી
ઉપરચઢી જતી હોય તેવાપ્રસંગો શું આજે પણસમાજ માં નથી બનતા? દીકરી
પિતાનેઓળખે છે, સાચવે છે. બીજાઓ પણ પોતાને   રીતેજાણે, ઓછામાં ઓછી
એટલીતો અપેક્ષા બીજાઓ પાસે પિતારાખે કે નહિ ?

આપણીપાસેતો થોડા ઉત્સવો છે, જેને ઉજવતી વખતે માતા-પિતા ને યાદકરી લઈએ.
તેમનાપ્રત્યેનું ઋણ ચુકવવા આપણેતેમને પગે લાગીએ અનેએમના આશીર્વાદ
મેળવીએઅને આપણાજ સંસ્કાર, ધર્મ, નાત-જાતના ભેદભાવ વગરઆપણી પછીની પેઢીને
પણઆપીને યથાશક્તિ પિતૃ તર્પણ કરીએ.






  
Download Pdf File from here:-  Fathers day's

0 comments:

Post a Comment